Budget 2020: શિક્ષણ ક્ષેત્રે અધધધ...રૂપિયા ખર્ચ કરશે મોદી સરકાર, FDI સહિત આ ખાસ વાતો જાણો

નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં આજે દેશનું કેન્દ્રીય બજેટ રજુ કર્યું. શિક્ષણના ક્ષેત્ર પર સરકારે આ વખતે 99300 કરોડ રૂપિયાનું બજેટ રાખ્યું છે. ભાષણ દરમિયાન નાણામંત્રીએ કહ્યું કે શિક્ષણ ક્ષેત્રે એફડીઆઈ લાવવામાં આવશે. આ ઉપરાંત રાષ્ટ્રીય પોલીસ યુનિવર્સિટી અને રાષ્ટ્રીય ફોરેન્સિક યુનિવર્સિટીનો પ્રસ્તાવ પણ લાવવામાં આવ્યો છે. 

Budget 2020: શિક્ષણ ક્ષેત્રે અધધધ...રૂપિયા ખર્ચ કરશે મોદી સરકાર, FDI સહિત આ ખાસ વાતો જાણો

નવી દિલ્હી: નાણામંત્રી નિર્મલા સીતારમણે (Nirmala Sitaraman)  લોકસભામાં આજે દેશનું કેન્દ્રીય બજેટ (Budget 2020)  રજુ કર્યું. શિક્ષણના ક્ષેત્ર પર સરકારે આ વખતે 99300 કરોડ રૂપિયાનું બજેટ રાખ્યું છે. ભાષણ દરમિયાન નાણામંત્રીએ કહ્યું કે શિક્ષણ ક્ષેત્રે એફડીઆઈ લાવવામાં આવશે. આ ઉપરાંત રાષ્ટ્રીય પોલીસ યુનિવર્સિટી અને રાષ્ટ્રીય ફોરેન્સિક યુનિવર્સિટીનો પ્રસ્તાવ પણ લાવવામાં આવ્યો છે. 

નાણામંત્રીએ કહ્યું કે 3 હજાર સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર બનાવવામાં આવશે અને 99300 કરોડ રૂપિયા શિક્ષણ પર ખર્ચ કરવામાં આવશે. સ્ટડી ઈન ઈન્ડિયા પ્રોગ્રામની શરૂઆત કરવામાં આવશે અને ડિપ્લોમા માટે માર્ચ 2021 સુધીમાં 150 નવી ઈન્સ્ટિટ્યૂટ બનાવવામાં આવશે. ડિગ્રી સ્તરનો ઓનલાઈન એજ્યુકેશન પ્રોગ્રામ શરૂ કરવામાં આવશે. 

સીતારમણે કહ્યું કે જિલ્લા હોસ્પિટલોમાં મેડિકલ કોલેજ ખોલવાનો વિચાર થઈ રહ્યો છે. ભારતના યુવાઓમાં દુનિયામાં સૌથી વધુ કૌશલ છે. ભારતના યુવાઓ નોકરીની તકો પેદા કરવા માંગે છે. નેશનલ મોબાઈલ મેન્યુફેક્ચરિંગ સ્કિમની પણ યોજના છે. સીતારમણે કહ્યું કે નેશનલ ટેક્સટાઈલ મિશનની મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત આયાત થનારા સામાન પર ટેક્સ વધારવામાં આવ્યો છે. જેનાથી ચીજો મોંઘી થઈ શકે છે. 

સીતારમણે કહ્યું કે વિદેશમાં નોકરી માટે નર્સ, ટીચર તૈયાર કરીશું. રોકાણ માટે ઈન્વેસ્ટમેન્ટ ક્લિયરન્સ સેલનો પ્રસ્તાવ છે. ઘરેલુ મેન્યુફેક્ચરીંગ, ઈલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટને વધારવા માટે યોજનાની જાહેરાત જલદી થશે. નવી શિક્ષણ નીતિ પર રાજ્યો સાથે વાતચીત થશે. ભારતને ઉચ્ચ શિક્ષણનું હબ બનાવવામાં આવશે. 

જુઓ LIVE TV

આ અગાઉ પોતાના શરૂઆતી ભાષણમાં સીતારમણે કહ્યું કે ભારતની અર્થવ્યવસ્થાનો પાયો ખુબ મજબુત છે. વર્ષ 2014-19 વચ્ચે દેશમાં ખુબ આર્થિક સુધારા થયા અને દેશના હાલાત બદલાયા. તેમણે કહ્યું કે આ બજેટ દેશની આશાઓને પૂરું કરનારું છે. જીએસટી દ્વારા ટેક્સનો જાળું ખતમ થયું અને તેનાથી દેશના લોકોને દર મહિને 4 ટકાની બચત થઈ રહી છે. અરુણ જેટલીને હું શ્રદ્ધાંજલિ આપું છું જેમણે જીએસટીનો કાયદો બનાવ્યો. 

નાણામંત્રીએ કહ્યું કે એક એપ્રિલથી જીએસટનું નવું ફોર્મ આવશે અને તેને વધુ સરળ બનાવવામાં આવશે. સરકારે મોંઘવારીને કાબુમાં રાખી છે અને દર વર્ષે 60 લાખ નવા ટેક્સપેયર્સ જોડાઈ રહ્યાં છે. 40 કરોડ આવકવેરા ટેક્સ રીટર્ન્સ ફાઈલ થયા છે અને જીએસટીના કારણે ટ્રકોની અવરજવર 20 ટકા વધી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news